દેશ-દુનિયા કલેશ મચાવનાર કોરનોના સામે લડવા માટે તેની વેક્સિન બનાવાનું કામ ખુબ ઝડપથી આગળ વધી રહ્યુ છે અને આના માટે ક્લિનીકલ ટ્રાયલ પુરી દુનિયામાં શરૂ થઇ ગયા છે ત્યારે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ COVID-19 ના વેક્સીન ફેઝ 1 અને ફેઝ 2 ના માનવ પરીક્ષણને શરૂ કરવા અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાને પરમિશન આપી દીધી છે.
આ પરમિશન મેળવનાર ઝાયડસ કેડિલા દેશની બીજી કંપની છે. અમદાવાદની ઝાયડસ કેડિલા હ્યુમન ક્લીનિક્લ ટ્રાયલ કરવા માટે DCGIએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે ઝાયડસ કેડિલાની કોરોના રસી હ્યુમન ક્લીનિકલ ટ્રાયલમાં પાસ થઈ ગઈ તો વિશ્વના અનેક દેશોમાં તેની મોટી માંગ રહેશે. અને ઈન્ડિયા સહિત ગુજરાતનો ડંકો વાગશે.
ઝાયડસે આપેલી માહિતી મુજબ કંપનીએ ક્લિનિકલ ગુડ મેનેયુફેક્ચરિંગ પ્રેક્ટિસ (જીએમપી)નું ઉત્પાદન કરી લીધું છે અને જુલાઈમાં ક્લિનિકલ ટ્રાયલ્સનો પ્રારંભ કરશે. કંપની ભારતના જુદા જુદા ભાગમાં અંદાજે 1,000 સબ્જેક્ટ્સ ઉપર રસીનું પરીક્ષણ હાથ ધરશે.
સુત્રોએ જણાવ્યું કે, પહેલા અને બીજા ચરણના ટ્રાયલના લગભગ ત્રણ મહિનામાં પૂરા કરી લેવાશે. હાલમાં જ ભારતની ટોચની ભારત બાયોટેક કંપનીએ જાહેરાત કરી હતી કે, તેણે કોરોનાની પ્રભાવી વેક્સીન કોવાક્સિન (COVAXIN) બનાવી લીધી છે. ભારત બાયોટેકના માનવ પરીક્ષણના પહેલા અને બીજા ચરણના માનવીય ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે.