તહેવારોની સિઝન આસપાસ છે ત્યારે ઝી ટીવી તેના દર્શકો માટે આગામી સમયમાં બમ્પર મનોરંજનનું એક્સ્ટ્રાવાગાન્ઝા લઈને આવે છે, જે ઓક્ટોબરના મહિનામાં અત્યંત ખુશી અને પરિવારને તાજગીસભર વિશાળ સમગ્રી વારા પરિવારને સાથે લાવશે. છેલ્લા 1 મહિનાથી ઝી ટીવીના ઘણા પ્રસિદ્ધ ચહેરા જેમાં શ્રિતી ઝા, શ્રદ્ધા આર્યા, કરણ જોટવાણી, કનિકા માન, અદનાન ખાન, સેહબાન આઝિમ, રીમ શૈખ, અભિષેક કપૂર, પ્રતિભા રંતા, માનિત જૌરાએ અનુક્રમે તેમના ઘરે હેમ્પર્સ મેળવ્યા છે, જેને તેમને એ વિશે વિચારતા કરી મુક્યા છે કે, 28મી સપ્ટેમ્બરના રોજ ચેનલ દ્વારા એક મોટું સરપ્રાઈઝ આપતી ‘ઝી ટીવી કી એન્ટરટેઇન્મેન્ટ્સ એક્સપ્રેસ’ છે શું.
જેમને તેઓ સોશિયલ મીડિયા પર લઈ ગયા છે, જેમાં તેઓ આ હેમ્પર વિશેનો ઉત્સાહ રજૂ કરે છે, જેમાં ભારતના અલગ- અલગ શહેરોની મિઠાઈ, જેવા કે, જયપુરનું ઘેવર, ભોપાલના ગુજિયા, પંજાબની ચણા બરફી અને આગ્રાના પેઢા જેવી મિઠાઈનો સમાવેશ થાય છે, જેઓ તેમના ચાહકોને એ વિચારવાનું કહે છે અને જણાવે છે કે, ઝી ટીવી પાસેથી ખાસ ઓક્ટોબર સરપ્રાઈઝ રજૂ કરે છે, તે જોતા રહો. ચેનલે અંતે, આજે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આ કોથળામાંથી બિલાડું કાઢ્યું અને જણાવ્યું કે, તેઓ એક મહિનાના સમયમાં 4 અદ્દભુત આગામી શોને રજૂ કરશે જેમાં- રામ પ્યારે સિર્ફ હમારે, અપના ટાઈમ ભી આયેંગા, હમારીવાલી ગૂડ ન્યુઝ અને બ્રહ્મરાક્ષસ ટુનો સમાવેશ થાય છે.