કરેળમાં ભારે વરસાદથી પૂરના કારણે જે લોકોને હાલાકી ભોગવવી પડી હતી તે લોકોને મળવા માટે રાહુલ ગાંધી પોતાના સંસદય ક્ષેત્ર વાયનાડ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી પોતાની ગાડીમાં બેસીને મીડિયા સાથે વાતચિત કરી રહ્યાં તે દરમિયાન આચાનક એક યુવક આવીને રાહુલ ગાંધીને કિસ કરીને જતો રહે છે. રાહુલને કિસ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પણ ઘણો વાઇરલ થઇ રહ્યો છે.
આ પ્રકારની ઘટના રાહુલ ગાંધી સાથે પહેલા પણ ઘટી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે કોગ્રેસ નેતા રાહુલ ગાંધી આ મહિને બીજી વખત પોતાનાં મત વિસ્તાર વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ પૂરગ્રસ્ત લોકોની રાહત શિબીરમાં મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ વાયનાડની કાંઝીરંગડ ગામની નાની એવી ચાની હોટેલમાં પહોંચ્યાં હતાં. જ્યાં તેઓ ચા-બિસ્કીટ ખાતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી સાથે કેસી વેણુગોપાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતાં.