થોડા દિવસો અગાઉ બહરીનમાં એક મુસ્લિમ મહિલા દ્વારા હિંદુઓની ધાર્મિક ભાવનાને દુખ પહોંચાડતા વિઘ્નહર્તા દેવ ગણેશજીની મૂર્તિઓ તોડી હતી. આ મહિલાએ એક સ્ટોરમાં મુકવામાં આવેલ ગણેશજીની મૂર્તિઓને એક બાદ જમીન પર ફેંકીને તોડી દીધી હતી. જેનો વિડિયો વાયુવેગે વાયરલ થયો હતો.
આ વિડિયોને લઈ ભાર હોબાળો મચ્યો હતો અને કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવના દુભાઈ હતી. ત્યારે કરોડો હિન્દુઓને ગર્વની લાગણી અનુભવાય તેવી એક ઘટના બહરીનમાં જ સામે આવી છે.
મૂળ ભારતીય અને વર્ષોથી દુબઈ રહેતા દિવ્ય પાંડે નામના યુવકે જે સ્ટોરમાં મુસ્લિમ મહિલાએ ભગવાન ગણેશજીની મૂર્તિઓ ખંડીત કરી હતી. તે સ્ટોરમાં પહોંચી વિઘ્નહર્તા દેવની તમામ મૂર્તિઓને પોતાની સાથે લઈ ગયા.. પોતાની કારમાં તેઓએ તમામ ગણેશજીની મૂર્તિઓ લઈને તેને હિન્દુ પરંપરા મુજબ ધાર્મિક રીતી રીવાજ મુજબ દરીયામાં વિસર્જન કરી હતી. જેનો વિડિયો વાયુવેગે વાયરલ થયો છે.
https://twitter.com/TheSanatanTimes/status/1297255533749997568?s=20
આ વિડિયોને ધ સનાતન સંસ્થાના ટ્વિટર પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિયોને બહોળી સંખ્યામાં લોકો નિહાળી ચુક્યા છે આ વિડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેમજ એક ભારતીય તરીકે દિવ્ય પાંડેએ કરેલા કામ પર લોકો ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.