કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ આંદોલનના મુખ્ય ચહેરા રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની સંપત્તિનો ખુલાસો થયો છે. પોતાને ખેડૂત નેતા કહેનાર રાકેશ ટિકૈતની સંપત્તિ જાણીને તે ખેડૂત નેતા નહીં પણ કોઈ બિઝનેસમેન હોય તેમ કહેવુ ખોટુ નથી.
મળતી માહિતી મુજબ, રાકેશ ટિકૈતની 4 રાજ્યોમાં સંપત્તિ છે. જેમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે. એક આંકડા અને અનુમાન અનુસાર રાકેશ ટિકૈતની દેશના 13 શહેરોમાં સંપત્તિ છે, જેમાં મુઝફ્ફરનગર, લલિતપુર, ઝાંસી, લખીમપુર ખીરી, બિઝનૌર, બદાયૂં, દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, દેહરાદૂન, રૂડકી, હરિદ્વાર અને મુંબઈ સામેલ છે.
એક અંદાજ અનુસાર, રાકેશ ટિકૈતની સંપત્તિ અંદાજિત 80 કરોડ રૂપિયાની આસપાસ છે. રાકેશ ટિકૈત અંદાજિત 2 મહિનાથી દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર ધરણા-પ્રદર્શનને લીડ કરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન પણ તેમને બિઝનેસ આગળ વધી રહ્યો છે. તેમની કરોડોની સંપત્તિમાં વધુ વધારો થઇ રહ્યો છે.
કયા કયા ક્ષેત્રમાં રાકેશ ટિકૈતનો બિઝનેસ
1. જમીન
2. પેટ્રોલ પંપ
3. શોરૂમ
4. ઈંટ-ભઠ્ઠી
5. અન્ય ક્ષેત્રોમાં પણ વેપાર
આ અહેવાલ સામે આવ્યા બાદ ખેડૂત આંદોલનને લઈને ફરી એકવાર સવાલ ઉઠવા લાગ્યા છે. શું ખેડૂત આંદોલનનું સત્ય એ છે કે જે અમીર છે તેઓ પ્રદર્શન કરી રહ્યા છે અને જેઓ ગરીબ ખેડૂત છે તેઓ ખેતરોમાં પોતાના દેશને ભોજન પુરૂ પાડવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે?