સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશભરમાં કોરોનાથી સંક્રમિતોનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના મૃત્યુઆંક દર અન્ય રાજ્યોની સરખામણીએ વધુ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કારણે 151 લોકો જીવ ગુમાવી ચુક્યા છે.
ગુજરાતમાં મૃત્યુ દર 4.3 ટકાથી વધુ છે. જે પાછળ વુહાનનું કનેક્શન હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદમાં જવાબ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે પહેલીવાર કબૂલાત કરી છે કે રાજ્યમાં રિકવર રેશિયો ઓછો છે. જ્યારે કોરોનાથી થતા મોતનો રેશિયો વધારે છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ દાવો કરતા કહ્યું કે રાજ્યમાં બે પ્રકારના કોરોના વાયરસ છે. એક વાયરસ ઘાતક હોવાની તેમણે કબૂલાત કરી છે. કોરોના વાયરસના ગુજરાતમાં બે પ્રકાર છે. એક એસ પ્રકાર અને બીજો એલ. અધિકારીઓના મુજબ એસ પ્રકારનો વાયરસ ઘાતક નથી જ્યારે એલ પ્રકારનો વાયરસ ઘાતક છે.
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં ત્રણ ખાનગી હોસ્પિટલને પણ કોવિડ-19 દર્દીઓની સારવારની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાંથી એક સ્ટર્લિંગ હોસ્પિટલના ઈંફેક્શિસ ડિસીસી સ્પેશાલિસ્ટ ડો.અતુલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યનો વધુ ફેટલિટી રેટ એટલે કે મૃત્યુ દર કોરોના વાયરસના એલ સ્ટ્રેનના કારણે હોઈ શકે છે. ડોક્ટર અતુલ પટેલે આ અંગેની આશંકા મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ મીડિયા ઈન્ટરીએક્શનમાં વ્યક્ત કરી.
તેમણે જણાવ્યું કે, કેરળમાં મોર્ટલિટી રેટ એટલે ઓછો હતો કારણકે મોટાભાગના દર્દીઓ દુબઈથી આવ્યા હતા, ત્યાં કોરોનાનો હળવો એસ સ્ટ્રેન ફેલાયો હતો. જોકે, જાન્યુઆરીમાં કેરળમાં જે ત્રણ દર્દીઓ મળ્યા, તે વુહાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા. ડોક્ટર પટેલના જણાવ્યા મુજબ કોરોના વાયરસના બે ખાસ સ્ટ્રેન્સ છે. એલ અને એસ સ્ટ્રેન. આમાંથી એલ એ જ છે જે મૂળ રુપથી વુહાનમાં ફેલાયો. આ ખૂબ જ પેથોજેનિક છે અને ખૂબ જ ગંભીર બીમારી ફેલાવે છે અને તેનાથી મોત પણ ઝડપથી થાય છે.
મહત્વનું છે કે, કેરળમાં એસ સ્ટ્રેનના વધુ મામલા છે, જ્યારે એલ સ્ટ્રેન ઈટલી અને ફ્રાંસમાં વધુ જોવા મળ્યો છે. આજ કારણસર ત્યાં દર્દીઓના ઝડપથી મોત થયા. ડોક્ટરના જણાવ્યા મુજબ, અમેરીકામાં ન્યૂયોર્કનો ડેટા અન્ય રાજ્યો કરતા બિલકુલ અલગ છે. ન્યૂયોર્કના દર્દીઓ યુરોપ પ્રવાસ કરીને પરત ફર્યા હતા. ડોક્ટર પટેલે જણાવ્યું કે, આપણા અહીં યુરોપિયન દેશ, અમેરિકા અને ન્યૂયોર્કથી લોકો મોટી સંખ્યામાં આવ્યા અને એટલે જ અહીં વાયરસનો મિક્સ્ડ સ્ટ્રેન જોવા મળે છે. આપણે રીસર્ચ કરવુ જરુરી છે કે અહીં કયો સ્ટ્રેન વધુ ફેલાયો છે. ગુજરાતમાં એલ સ્ટ્રેન વધુ માત્રામાં ફેલાયો છે જેના કારણે મૃત્યુ દર અન્ય રાજ્યો કરતા વધુ છે.
ગુજરાતમાં ક્યાંથી આવ્યો એલ સ્ટ્રેન?
કેરળમાં એસ સ્ટ્રેનના વધુ મામલા છે, જ્યારે એલ સ્ટ્રેન ઈટલી અને ફ્રાંસમાં વધુ જોવા મળ્યો છે. આજ કારણસર ત્યાં દર્દીઓના ઝડપથી મોત થયા. ડોક્ટરના જણાવ્યા મુજબ, અમેરીકામાં ન્યૂયોર્કનો ડેટા અન્ય રાજ્યો કરતા બિલકુલ અલગ છે. ન્યૂયોર્કના દર્દીઓ યુરોપ પ્રવાસ કરીને પરત ફર્યા હતા. ડોક્ટર પટેલે જણાવ્યું કે, આપણા અહીં યુરોપિયન દેશ, અમેરિકા અને ન્યૂયોર્કથી લોકો મોટી સંખ્યામાં આવ્યા અને એટલે જ અહીં વાયરસનો મિક્સ્ડ સ્ટ્રેન જોવા મળે છે. આપણે રીસર્ચ કરવુ જરુરી છે કે અહીં કયો સ્ટ્રેન વધુ ફેલાયો છે. ગુજરાતમાં એલ સ્ટ્રેન વધુ માત્રામાં ફેલાયો છે જેના કારણે મૃત્યુ દર અન્ય રાજ્યો કરતા વધુ છે.