વિજયાદશમીના દિવસની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ડીસા ખાતે રાજપૂત જાગીરદાર ક્ષત્રિય મંચ દ્વારા ત્રણ હનુમાન મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરી હતી.. ડીસાના જાહેરમાર્ગ પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું…નવરાત્રીના નવ દિવસ લોકો માતાજીની ધામધુમથી ગરબા રમી ઉજવણી કરતા હોય છે અને દસમા દિવસે એટલે કે વિજયાદશમીના દિવસે ક્ષત્રિયો દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન થતું હોય છે.. ત્યારે ડીસામાં રાજપૂત જાગીરદાર ક્ષત્રિય મંચ દ્વારા ડીસાના ત્રણ હનુમાન મંદિર ખાતે શાસ્ત્રોક વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વસતા ક્ષત્રિય ડીસાના ત્રણ હનુમાન ખાતે શસ્ત્રોના પૂજન ભાગ લીધો હતો.. ત્યારબાદ જાગીરદાર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ડીસાના જાહેરમાર્ગ પર રેલી નીકળી વિજયાદશમીની ઉજવણી કરી હતી. જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આજના દિવસે અમે પાટીદાર સમાજના લોકોએ સમાન સમાજને સાથે રાખી શિક્ષણનો વ્યાપ વધારવો વ્યસનથી દૂર રહેવા માટેના શપથ લેવડાવી વધુમાં વધુ લોકો વ્યસનથી દૂર થાય તે માટે લોકોમાં જાગૃતિ માટે નક્કી કર્યું હતું…
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -