ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા કેટલાક દિવસોથી ઘટતુ જોવા મળી રહ્યું છે. મહાનગરોમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટ્યુ છે. સુરત શહેરમાં કોરોના સંક્રમણના કેસો પાછા કેટલાક દિવસોમાં ઘટતા દેખાઇ રહ્યા હતા. અને એવા કેસો ઓછા આવતા હતા કે જેમને ઓક્સિજન પર મુકવાની જરૂર પડે . પરંતુ છેલ્લા એક સપ્તાહથી ઓક્નસિજન ઘટી જતું હોઇ તેવા કોરોના સંક્રમિત લોકોના કેસો વધી રહ્યા છે. હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને દિવાળીનો પર્વને થોડા જ દિવસો બાકી છે ત્યારે, મનપાના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.
પહેલા ઓક્સિજનના ઘટવાને કારણે સંક્રમિત થતા લોકોની સામે અત્યારે કેસોમાં વધારો થયો છે. જે નિયંત્રન નહિ આવે તો શહેરની ચિંતા વધી શકે છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ તબક્કાવાર ઘટી રહી હતી. કોરોના સંક્રમીત લોકોને માઇલ્ડ તકલીફો હોવાથી ઘરે સારવારના કેસો વધ્યા હતા. જેને કારણે સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં કોવિડના બેડ મોટા ભાગે ખાલી હતા. ત્યારે અનેક આયસોલેશન સેન્ટરો પણ ધીરે ધીરે બંધ થઇ રહ્યા હતા. પરંતુ જે પ્રમાણે પાછલા એક સપ્તાહથી ઓક્સિજનની જરૂર હોઇ તેવા કેસોમાં વધારો થતા મનપાની ચિંતામાં વધારો થયો છે. જેને લઇને તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી છે.