મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પોલીસની ધાક સંપૂર્ણપણે ગાયબ થઈ ગઇ હોય તેમ કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. ત્યારે માટેલ રોડ પર ગટરમાંથી દોરડું બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મહિલાની હત્યાની આશંકા વ્યક્ત કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર સીરામીક ફેક્ટરીની સામે આવેલી ગટરમાંથી દોરડું બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી છે. આ મહિલાનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં અને શરીર પર ઇજાના નિશાન હોવાથી તેણીની હત્યા કરીને લાશ અહીં ફેંકી દીધી હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. હાલ મૃતક મહિલાનો મૃતદેહ પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -