દિલ્હીમાં થોડા મહિના અગાઉ ભડકેલી હિંસા મામલે નવો ખુલાસો થયો છે. દિલ્હીના રમખાણોના આરોપીનું કનેક્શન નિજામુદ્દીન તબલીગી જમાતના મૌલાના સાદ સાથે હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, દિલ્હીના રમખાણોને લઇને એક નવો ખુલાસો થયો છે. દિલ્હીના રમખાણોના આરોપીનું કનેક્શન મૌલાના સાદ સાથે હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે રમખાણો દરમિયાન બંને સતત સંપર્કમાં હતા.
મૌલાના સાદના એકદમ નજીકના અબ્દુલ અલીમ બ્રિજપુરીમાં રાજધાની સ્કૂલમાં થયેલા રમખાણોનો મુખ્ય આરોપી ફૈજલ ફારૂખી સાથે સંપર્કમાં હતો. અબ્દુલ અલીમ જે જાકિર નગર ઓખલા પશ્વિમનો રહેવાસી છે.
મરકજ પ્રમુખ મૌલાના સાદનો અંગત છે. આપને જણાવી દઇએ કે મૌલાના સાદે કોરોના સંકટ વચ્ચે હજરત નિજામુદ્દીનમાં તબલીગી જમાતના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું છે કે અબ્દુલ અલીમ સતત રમખાણોના આરોપી ફૈજલ ફારૂખના સંપર્કમાં હતો. દિલ્હીમાં હિંસા દરમિયાન પણ બંને વચ્ચે વાતચીત થઇ હતી. મહત્વનું છે કે આરોપી ફૈજલનો રાજધાની સ્કૂલમાં થયેલા રમખાણોમાં મહત્વપૂર્ણ રોલ હતો.