બારડોલી નગરપાલિકામાં નગરમાં પ્રીમોંશુન કામગીરીનો અભાવની સાથેજ પાલિકામાં મહત્વના હોદ્દો ધરાવતા સમિતિના પ્રમુખ તેમજ પાલિકા પ્રમુખના વોર્ડમાં જ આંતરિક રસ્તાઓ પર ઠેર ઠેર ગંદકીના ઢગલા દેખાઈ રહ્યા છે સાથે જ માર્ગની બાજુમાં જ પશુઓના મૃતદેહ ફેંકી દેવાતા અત્યંત દૂરગંધના લીધે રાહદારીઓએ આ માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે ચોમાસા પહેલા આ વિસ્તારની સફાઈ કરાવવાની પાલિકા સાસકો તસ્દી ન લે તો રોગચાળો ફેલાવાની પણ દહેશત રહેલી છે. બારડોલી નગરપાલિકા વોર્ડ નં. 2 માં હારમની હાઇટની બાજુ માઠી પસાર થતાં માર્ગ પર ઠેર ઠેર કચરાના ઢગલા ઠલવાયેલા છે પવનમાં કચરો ઉડીને માર્ગ પર પણ ફેલાયેલો છે
ત્યારે સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરતી પાલિકાના સાસકોને હજી સુધી પ્રમુખના વોર્ડમાં પણ ગંદકી દૂર કરવાની ફુરસત ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ આ માર્ગની બાજુમાં જાહેર જગ્યાએ પશુનો મૃતદેહ ફેંકી દેવાતા અત્યંત દુર્ગંધ ફેલાતી હોવાથી રાહદારીઓને આ માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે ચોમાસા પૂર્વે જો આ વિસ્તારમાં સફાઈ ન કરાવાય તો વરસાદી પાણીમાં આ ગંદકીભળી રોગચાળો પણ ફેલાઈ એવી દહેશત લોકોમાં જોવા મળી રહી છે. ત્યારે નાગર પાલિકા વહેલી તકે વોર્ડ નં.2 માં આવેલ આંતરિક માર્ગ પર જમા થયેલ ગંદકી દૂર કરાવે એવી માંગ ઉઠી છે.