ભારતમાં હાલમાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલી રહ્યો છે, અને તેને જોતા ખૂબ જ ઝડપથી હાલમાં દેશમાં આ મુદ્દે રસી વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સીટીની કોવીશીલ્ડ નામની રસી, ભારત બાયોટેકની કોવેક્સિન અને ઝાયડસની ઝાય-કોવ-ડી નામની રસી ઉપર હાલમાં સંશોધન ચાલી રહ્યું છે, જે હ્યુમન ત્રયાલ્ના આખરીઓ સ્ટેજમાં હોવાનું કહેવાય છે. કોરોના વેક્સિનની વિતરણ વ્યવસ્થા વિકસાવવા માટે જે એક્સપર્ટ પેનલ બનાવવામાં આવી છે તે રસીકરણના આ કાર્યક્રમને પૂર્ણ કરવા માટે ચૂંટણી અભિયાનની જેમ આ રસી વિતરણ કાર્યક્રમને પૂર્ણ કરવા ધારે છે.
ભારતમાં રશિયાની કોરોના રસી સ્પુતનિક v નું ટ્રાયલ કરવાની પરમીશન પણ મળી ગઈ છે, આ બધી પ્રગતિ જોતા આગામી વર્ષના આરમ્ભ સુધીમાં દેશને રસી મળી જાય તેવી સંભાવના છે, જેને લઈને સરકાર હાલમાં રસી વિતરણ વ્યવસ્થા ઉપર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. આ માટેની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં લોકોને sms પાઠવવામાં આવશે જેમાં તેમના રસીકરણનો સમય અને સ્થળની વિગતો લખેલી હશે. આ સિવાય તેમણે QR કોડના રૂપે સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. જોકે આ અંગે હજી સુધી આ અંગેની વિચારણા ચાલી રહી છે. આ મામલે હજી સુધી સરકાર દ્વારા વિતરણ વ્યવસ્થાની કોઈ બ્લૂ પ્રિન્ટને જાહેર કરાઈ નથી.