દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યુ હતું. જોકે આ રાત્રિ કર્ફ્યૂ હટાવાશે કે લંબાવાશે તે અંગે રાજ્યના મુખ્યમંત્રી રુપાણીએ મહત્વનું નિવેદન આપ્યુ હતું.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું કે, 31 ડિસેમ્બર બાદ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ હટાવવુ કે લંબાવવુ તે અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ચારેય મહાનગરોમાં કોરોનાની સ્થિતિ અંગે રિવ્યૂ બેઠક કરવામાં આવશે અને બાદમાં કોઈ નિર્ણય લઈશું.
મહત્વનું છે કે, 31 ડિસેમ્બરે રાત્રી કર્ફયૂની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. ત્યારે સરકાર રાત્રી કર્ફ્યૂમાં છુટછાટ આપશે કે નહી પછી કર્ફયૂ યથાવત રાખશે તે અંગેનો નિર્ણય 31 ડિસેમ્બર બાદ જ લેવામાં આવશે. સાથે જ આગામી મહિને ઉત્તરાયણ આવી રહી છે. તેને લઈને પતંગના વેપારીઓ, હોટેલ સંચાલકોએ સાથે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ કર્ફ્યૂમાં છુટછાટ આપવાની માંગ કરી છે. જે અંગે પણ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે.