15 ઓગસ્ટ 1947 ના રોજ, બ્રિટિશરોએ દેશના શાસનની કમાન ભારતીયોને સોંપીને દેશને સ્વતંત્ર જાહેર કર્યો હતો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના સ્વતંત્રતા દિવસ માટે 15 ઓગસ્ટ જ કેમ પસંદ કરવામાં આવી? ઉલ્લેખનીય છે કે, બ્રિટીશ સંસદે લોર્ડ માઉન્ટબેટનને 30 જૂન 1948 સુધીમાં ભારતની સત્તા ભારતીય લોકોમાં સ્થાનાંતરિત કરવાનો અધિકાર આપ્યો હતો. લોર્ડ માઉન્ટબેટનની વર્ષ 1947 માં ભારતના છેલ્લા વાઈસરોય તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને માઉન્ટબેટને જ ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરી હતી.
ત્યારબાદ બ્રિટિશ હાઉસ ઓફ કોમર્સમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ બિલ 4 જુલાઇના 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું. આ બિલમાં ભારતના ભાગલા અને પાકિસ્તાનને અગલ રાષ્ટ્ર બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આ બિલ 18 જુલાઇ 1947ના રોજ સ્વીકારવામાં આવ્યું અને 14 ઓગસ્ટના ભાગલા પછી 15 ઓગસ્ટ 1947ની મઘ્યરાત્રીએ 15 ઓગસ્ટના રોજ આઝાદી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે, સી રાજગોપાલાચારીના સૂચન પર માઉન્ટબેટને ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરી હતી. સી રાજગોપાલાચારીએ લોર્ડ માઉન્ટબેટનને કહ્યું હતું કે, જો 30 જૂન 1948 સુધી રાહ જોવામાં આવશે તો સ્થાનાંતરિત કરવા માટે કોઇ સત્તા બચશે નહીં. એવામાં માઉન્ટબેટને 15 ઓગસ્ટના રોજ ભારતને સ્વતંત્ર કરવાનો નિર્ણય કર્યો.
ઉલ્લેખનીય છે કે, બ્રિટીશ સંસદે લોર્ડ માઉન્ટબેટનને 30 જૂન 1948 સુધીમાં ભારતની સત્તા ભારતીય લોકોમાં સ્થાનાંતરિત કરવાનો અધિકાર આપ્યો હતો. લોર્ડ માઉન્ટબેટનની વર્ષ 1947 માં ભારતના છેલ્લા વાઈસરોય તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને માઉન્ટબેટને જ ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરી હતી.