વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ડબલ્યુએચઓએ આ અંગે ચેતવણી આપતા જણાવ્યું કે, બની શકે છે કે કોવિડ-19 આપણી વચ્ચેથી ક્યારેય ખતમ જ ન થાય.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના વરિષ્ઠ અધિકારી ડૉ. માઇકલ જે રાયનએ જણાવ્યું કે, કોરોના વાયરસ વિશ્વના એ વાયરસ જેવો હોઈ શકે છે, જે ક્યારેય જાય નહીં, જેમ કે એચઆઈવી..
WHO હેલ્થ ઇમજન્સીસ પ્રોગામના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ડૉ. રાયને જણાવ્યું કે આ આપણા સુમદાયમાં ક્યારેય ખતમ ન થનારો વાયરસ બની શકે છે, જે શક્ય છે કે ક્યારેય જાય નહીં. એ વાતનું પણ આપણે ધ્યાન રાખવું પડશે કે HIV પણ ક્યારેય ગયો નથી..
ડૉ. રાયને વધુમાં જણાવ્યું કે, હું આ બે બીમારીઓની તુલના નથી કરી રહ્યો પરંતુ હું વિચારું છું કે એ જરૂરી છે કે આપણે વાસ્તવિક્તાનો સ્વીકાર કરવાના છીએ. મને નથી લાગતું કે કોઈ એ વાતની ભવિષ્યવાણી કરી શકે કે ક્યારે અને કેવી રીતે આ બીમારી ગાયબ થશે.
નોંધનીય છે કે, ચાર દશકોમાં અત્યાર સુધી HIVથી 3.2 કરોડ લોકોનાં મોત થઈ ચૂક્યા છે પરંતુ તેની વેક્સીન હજુ સુધી શોધી નથી શકાઈ. ત્યારે કોરોનાની વેક્સીન પર પણ હાલ કામ ચાલી રહ્યુ છે.