દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) તેમજ યુનિસેફે એક મોટી ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી ગર્ભવતી મહિલાઓ અને આગામી સમયમાં પેરેન્ટ્સ બનવા માટેનું પ્લાનિંગ કરી રહેલ કપલ માટે ચિંતાજનક છે.
WHO-Unicef અને તેના સહયોગી સંગઠનોએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના મહામારીથી પ્રેગનેન્ટ મહિલાઓ અને તેમના ગર્ભ માટે ખતરો વધી રહ્યો છે. WHO તરફથી એક રિપોર્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે કોરોનાની મહામારી વધશે તો દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે અને વર્ષમાં 20 લાખથી વધારે ‘સ્ટિલબર્થ’ના કેસ સામે આવશે.
ડબ્લ્યુએચઓ તરફથી જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં આ મુજબનો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, કોવિડ 19 મહામારીને કારણે વૈશ્વિક આંકડો વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણને કારણે સ્વાસ્થ્ય સેવાઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જેના પરિણામે 117 વિકાસશીલ દેશોમાં બે લાખ વધારાના ‘સ્ટિલબર્થ’ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, ગર્ભધારણ કર્યાના 28 અઠવાડિયા કે તેના પછી બાળકનું જન્મ અથવા પ્રસૃતિ દરમિયાન શિશુ મૃત થાય તો તેને ‘સ્ટિલબર્થ’ કહે છે.