કોરોના વાયરસને લઈને WHOએ ભારતના વધુ એક વખત વખાણ કર્યા છે. WHOએ આ વખતે ભારતની ડિજિટલ ટેક્નોલોજીના વખાણ કર્યા છે. જેમાં ખાસ કરીને ભારતની આરોગ્યસેતુ એપના WHOએ વખાણ કર્યા છે. Who ચીફે કહ્યું કે, આરોગ્ય સેતુ એપના ઉપયોગથી સાર્વજનિક સ્વાસ્થય વિભાગોને પણ કોરોનાથી સંક્રમિત ક્લસ્ટર્સ વિષે પૂર્વાનૂમાન લગાવવામાં મદદ મળી છે.
આ ક્રમમાં જ તપાસનું ક્ષેત્રફળ પણ વધારવામાં આવ્યું છે. જેનાથી સ્વાસ્થય વિભાગને મોટી મદદ મળી છે. WHOના મહાનિર્દેશકે જણાવ્યું કે, ભારતમાં આશરે દોઢ કરોડથી પણ વધુ લોકો આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરી રહ્યા છે. આરોગ્યસેતુ એપથી કોરોનાના કલ્સ્ટર વિસ્તારની ઓળખ સરળતાથી થઈ શકે છે. આરોગ્ય સેતુ એપની મદદથી જે તે વિસ્તારમાં કોરોના ટેસ્ટ પણ વધારાયા છે.
મહત્વનું છે કે, આ પહેલા પણ ડબ્લ્યુએચઓ દ્વારા કોરોના સામેની જંગ સામે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરવામાં આવી ચુકી છે. જેમાં ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉનની સાથે સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સુધી જીવન જરુરીયાતની ચીજવસ્તુ પહોંચાડવી સહિતના મુદ્દા સામેલ છે.