રાજ્યમાં આ વર્ષ કોરોનાના કહેરના કારણે ગરબાના આયોજનને મંજરી આપવામાં આવી નથી. તો બીજી તરફ જો તમારે તમારી સોસાયટીમાં આરતી કરવી હશે તો પણ ફરજીયાત પોલીસની પરમીશન લેવી પડશે. મળતી માહિતી મુજબ, આગામી 17મી ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે.
ત્યારે રાજ્ય સરકાર ગુજરાતમાં નવરાત્રિમાં કોઈપણ પ્રકારના ગરબા રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, માતાજીની પૂજા-આરતી માટે મંજૂરી આપી છે. જોકે, નવરાત્રિમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે. નવરાત્રિમાં પૂજા અને આરતી માટે એક કલાકનો સમય ફાળવવામા આવ્યો છે.
નવરાત્રીમાં ગરબી સ્થાપન અને આરતી આયોજન માટે લેવાની પરવાનગીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ સ્ટેશનથી પરવાનગી મેળવવાની રહેશે. જે તે વિસ્તારને લગતા પોલીસ સ્ટેશનથી નવરાત્રીમાં આરતી માટેની પરવાનગી મળી શકશે. જો કોઈ સોસાયટીના રહીશો પરમિશન લીધા વીના પૂજા અને આરતી રાખશે તો તેની સામે જાહેરનામાના ઉલ્લંઘનનો કેસ કરવામાં આવશે. મહત્વનું છે કે, ચાલુ વર્ષે સરકારે કોરોનાના કારણે ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો છે..