ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. કોરોના વાયરસ સામેની આ લડાઈમાં અમેરિકા, ચીન, ઈઝરાયલ સહિત ભારત પણ વેક્સીન પર કામ કરી રહ્યુ છે. ત્યારે ભારતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વેક્સીન અંગે નિવેદન આપ્યું છે.
કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું છે કે વર્ષ 2021ના પહેલા 3 મહિનામાં કોરોનાની સારવાર માટે વેક્સીન આવવાની આશા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોરોના વેક્સીન માટે એક પોર્ટલ પણ લોન્ચ કરાયું છે. તેની પર ઓનલાઈન જઈ શકાશે. આ રીતે વેક્સીન માટે સમકાલવીન અનુસંધાન વિકાસ અને ક્લિનિકલ ટ્રાયલની જાણકારી પણ મળશે.
હર્ષવર્ધને કહ્યું કે વેક્સીન ડેવલપ કરવા માટે ઝડપથી રિસર્ચ થઈ રહ્યું છે. ઓછામાં ઓછા 3 વેક્સીન કેન્ડિડેટ છે જે દેશમાં ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અમને આશા છે કે વર્ષ 2021ના પહેલા 3 મહિનામાં કોરોના વેક્સીન આવી જશે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કોરોનાથી સાજા થયેલા 78 ટકા કેસ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી છે. તેમાંથી વધારે લોકો મહારાષ્ટ્રથી પણ છે. અને પછી આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો નંબર આવે છે.