પોપ્યુલર ચેટિંગ એપ ‘વોટ્સએપ’એ iOS યુઝર્સ બાદ હવે એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ ફિંગર પ્રિન્ટ લોક (Fingerprint lock) ફીચર લોન્ચ કર્યું છે. જોકે અત્યારના તબક્કે આ ફીચર એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. તેની જાણકારી WABetaInfo એ ટ્વીટ કરીને આપી છે. આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર તેમના અકાઉન્ટની ચેટને વધુ સુરક્ષિત રાખી શકે છે.
આ ફીચરને એનેબલ કરીને વોટ્સએપ ઓપન કરવા માટે ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરવાનો રહેશે. જો વોટ્સએપ લોક હશે તો પણ કોલનો રિપ્લાય પણ આપી શકાય છે.
આ ફીચરને એનેબલ કરવા માટે તમારે વોટ્સએપ અપડેટ કરીને તેના 2.19.221 વર્ઝનને ડાઉનલોડ કરવાનુ રહેશે. એપ ડાઉનલોડ થયા બાદ વોટ્સએપ ઓપન કરીને Settings ઓપન કરો. ત્યારબાદ Account અને પછી Privacy પર ક્લિક કરો. Privacy પર ક્લિક કરવાથી Fingerprint lock ફીચરને એનેબલ કરવાનો ઓપ્શન આવશે. તેને એનેબલ કર્યા બાદ આ નવા સિક્યોરિટી ફીચરનો તમે ઉપયોગ કરી શકો છો.
આ ફીચરમાં યુઝરને ઓપ્શન આપવામાં આવ્યો છે કે, તે Fingerprint lock ફીચરનો ઉપયોગ વોટ્સએપ વાપરતી વખતે ક્યારે કરવા માગે છે.