દેશમાં કોરોના મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉન 4માં જીવનજરુરીયાતની કેટલીક ચીજ વસ્તુઓને છૂટછાટ આપવામાં આવી હતી.
ત્યારે લોકડાઉન 4ની સમય મર્યાદા આવતીકાલે પૂરી થઈ રહી છે. ત્યારે લોકડાઉન 4 બાદ લોકડાઉન 5ને લઈ ચર્ચાઓ શરુ થઈ છે. જે અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે નિવેદન આપ્યું છે. લોકડાઉન 5 કેવુ હશે આ અંગે તેમણે સંકેત આપ્યા છે.
એક ખાનગી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ હતું કે, લોકડાઉન 5 લગાવવામાં આવશે પણ પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, લોકડાઉન 5 એકદમ સાધારણ હશે. જેમાં કેટલાક વિસ્તારોમાં જ પ્રતિબંધ લગાવવામાં આવશે.
બાકીનું જનજીવન ખોલી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, વર્તમાન પરિસ્થિતિ કાયમ માટે નહીં રહે. લોકોને મોટાપાયે મુક્તિ આપવામાં આવી છે અને હવે આશા છે કે સામાન્ય જનજીવન બનશે. કેન્દ્રીય મંત્રીએ લોકડાઉનને એક મહત્વનું પગલુ ગણાવતા કહ્યુ કે જો આ નિર્ણય ન લેવાયો હોત તો આજે ભારતમાં 50 લાખ લોકો કોરોના સંક્રમિત હોત.