પાટણ જિલ્લા અને શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વરસી રહી છે. વેધર એક્સપર્ટ દ્વારા પણ લોકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ત્યારે ગરમી થી રક્ષણ મેળવવા માટે લોકો વિવિધ ઠંડાપીણાં અને અવનવા ફ્રુટનો સહારો લેતા હોય છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખાસ કરીને અબોલ પશુ-પંખી અને પ્રાણીઓની હાલત દયનિય બનતી હોય છે.
ઘણા જીવપ્રેમીઓ દ્વારા આવા અબોલ પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે પાટણ શહેરના ઘણા વિસ્તારમાં વાંદરાં,અને કેટલાક પક્ષીઓ પાણી પિતા નજરે પડે છે. અને ગરમી થી રક્ષણ મેળવે છે. ત્યારે આવા અબોલ પશુપક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી