બનાસકાંઠામાં આવેલા વાવ સરહદી વિસ્તારની કેનાલમાં પાણી છોડવા ભાજપના પ્રમુખ દ્વારા મુખ્ય મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. મહત્વનુ છે કે, અગાઉ પણ સરહદી વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ આવતાં ભાજપના પ્રમુખ કાનજીભાઈ આર રાજપુત દ્વારા મુખ્ય મંત્રીને પત્ર લખ્યો હતો. ત્યારે સરહદી વિસ્તારના ખેડૂતો ખેતી પર નિર્ભર છે.
ત્યારે લોકો ગામમાં બિનજરૂરી કામ વગર અવર-જવર નાં કરે, લોકો ભેગાં થઈને ભીડના કરે જેથી સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે તેવી અનેક સૂચના પણ આપવામાં આવી છે. તેમજ ખેડૂતો પોતાના ખેતરોમાં રહી કામ કરે તેને લઈને ભાજપના પ્રમુખ કાનજીભાઈ આર રાજપુત દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને પત્ર લખીને કેનાલમાં પાણી છોડવા રજુઆત કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે આ અંગે કેટલી જલ્દી નિવારણ આવે છે.