સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ રેલ્વે ઓવર બ્રીજ પાસે આવેલ શુભમ રેસીડન્સસોસાયટી પાસે સર્વિસ રોડ ના કામ ને લઈ ને છેલ્લા એક મહિનાથી રોડ ના ખોદકામ ને લઈ નેસોસાયટીમા જતી પીવાના પાણીની લાઇન મા ઠેરઠેર ભંગાર પડતા છેલ્લા એક મહિના થી સોસાયટીનારહીશોને પ્રાથમિક સુવિધા પીવાનુ પાણીથી વંચિત રહ્યા હતા અને પ્રાંતિજ નગરપાલિકા તથા રોડખાતામા રજુઆત કરી હતી પણ રોડ ખાતુ કે જેવી જવાબદારી છે તે પ્રાંતિજ પાલિકા દ્રારા સોસાયટીનારહીશોની સમસ્યા ધ્યાને લેવામા ના આવતા અને રહીશો ને પાણી નુ ટેન્કર પણ મોકલવામા આવતુ નાહોવાથી રહીશોને બહાર થી ૧૦૦૦ થી ૮૦૦ રૂપિયા મા ટેન્કર મગાવા મજુર બન્યા છે અને રહીશોનેમોંઘવારીમા ટેન્કર નો ખર્ચ ભોગવો પડે છે ત્યારે પ્રાંતિજ પાલિકા મા જાણ કરવા છતાંય પાણીનુ ટેન્કરકે પાઈપ લાઈન રીપેરીંગ ના થતા આખરે સોસાયટી ના રહીશો દ્રારા પ્રાંતિજ પાલિકા સામે તથા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો
સોસાયટી ના રહીશો દ્રારા પાણી માટે જાતે સ્વખર્ચે પાઈપલાઇન નાખવાનુ કામ હાથ ધર્યુ હતુ અને પોતે ૮૦ ફુટ પાઇપ લાઇન ખોદકામ કરી નવી લાઇનનાખવાની કામ ગીરી હાથ ધરી હતી ત્યારે સોસાયટી ના રહીશોએ જણાવ્યુ કે અમે નિયમિત મિલ્કતવેરો ભરવા છતાય પ્રાંતિજ પાલિકા દ્રારા અમારી સાથે ઓરમાયુ વર્તન થયુ છે અને કોર્પોરેટરો માત્રવોટ માગવા આવેછે છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા છે પણ આ વોર્ડ ના એક પણ કોર્પોરેટર ,પ્રમુખ કે ચીફ ઓફિસર કોઇ ડોકયુ કરવા પણ આજદીન સુધી આવ્યુ નથી અને રજુઆતો બાદ પણ ધ્યાને ના લેતા સોસાયટીના રહીશોએ જાતે સ્વખર્ચે લાઇન નાખવાનુ કામ ચાલુ કર્યુ હતુ