ભારત સહિત દુનિયાભરના મોટાભાગના દેશોમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. આ વાયરસની વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જ્યારે રશિયામાં તેની વેક્સીન પણ તૈયાર થઈ ગઈ છે. તેવામાં ઘણા એક્સપર્ટ શિયાળાની ઋતુમાં કોરોના વાયરસની બીજી લહેર ઉભી થાય તેવી વાત કહી ચુક્યા છે.
પરંતુ બ્રિટેનના એક વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે બની શકે છે કે કોરોનાની બીજી લહેર 2021ના માર્ચમાં આવે. બ્રિટેનની યુનિવર્સિટી ઓફ રીડીંગના પ્રોફેસર બેન નિઉમને જણાવ્યું કે, શિયાળામાં પહેરવામાં આવતા કપડા જેમ કે સ્કાફ, મફલર, હાથના ગરમ મોજા એ પર્સનલ પીપીઈ કીટ જેવુ કામ કરી શકે છે અને આ ગરમ કપડાથી લોકોને કોરોનાના સંક્રમણથી બચવામાં મદદ મળી શકે છે.
એક અગ્રણી ન્યુઝ ચેનલે પ્રકાશિત કરેલ અહેવાલ મુજબ પ્રોફેસર નિઉમને જણાવ્યું કે, આગામી વર્ષે માર્ચ પહેલા કોરોનાની બીજી લહેર ન પણ આવે. તેમણે જણાવ્યું કે, શરદીમાં તાપમાન ઘટવાના કારણે આ વાતની સંભાવની વધી જાય છે કે લોકો ઘરોમાં જ રહે અને આ સમયમાં કોરોના માટે મીની ક્વોરેન્ટાઈન જેવો સાબિત થઈ શકે છે.
મહત્વનું છે કે, બ્રિટન સહિત યુરોપના કેટલાક દેશોમાં કોરોનાના મામલા ફરી વધવા લાગ્યા છે. તેનાથી એવી આશંકા પણ વ્યક્ત થાય છે કે, કોરોનાની બીજી લહેર પેદા થઈ રહી છે. પ્રોફેસર બેન નિઉમનના જણાવ્યા અનુસાર, શરદીમાં એવું બની શકે છે કે, કોરોના પોઝિટિવ આવનાર લોકોનો ટકાવારી રેટ સાચો ન આવે, કેમ કે ફ્લૂના કારણે વધારે સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ માટે પહોંચી શકે છે. આ કારણે પોઝિટિવ થનારા લોકોનો દર ઓછો થઈ શકે છે.