પાવાગઢ પોલીસ મથકના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં વોન્ટેડ આરોપીને અરાદ ખાતેથી પાવાગઢ પોલીસેઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ મથકના પીએસઆઈ આર.જે.જાડેજાને બાતમી મળી હતી કે પાવાગઢ પોલીસ મથકના ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 ની કલમ હેઠળ ગુનાનો નાસતો ફરતોઆરોપી ગોવિંદભાઈ મોહનભાઈ બારીયા રહે.
અરાદ તાલુકા હાલોલ નાઓ અરાદ ગામે છે જે બાતમીનાઆધારે પાવાગઢ પોલીસ મથકના પીએસઆઇ આર.જે. જાડેજા પોલીસ કર્મચારીઓ રાજેશભાઈ,કેતનભાઇ અને ધર્મેન્દ્રસિંહ નાઓએ અરાદ ગામે પહોંચી બાતમી વાળા સ્થળેથી લેન્ડ ગ્રેબીંગના ગુનાના વોન્ટેડ આરોપી ગોવિંદભાઈને ઝડપી પાડી પોલીસ અધિક્ષક હાલોલ નાઓને સુપ્રત કર્યો હતો.