પંચમહાલની 5 વિધાનસભા બેઠક પરની નવી મતદાર યાદીમાં 5 બેઠક પર 1.39 લાખ નવા મતદારો ઉમેરાયા છે. જેમાં 35880 યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે. ત્યારે અેવા પણ મતદારો છે જેઅોઅે અનેકવાર મતદાર કરીને સરકારો બનાવી છે. અેવા 100 વર્ષથી ૈઉપરના જિલ્લામાં 237 મતદારો અા વખતે પણ મતદાન કરીને લોકશાહીનો પર્વની ઉજવણી કરશે. સાૈથી વધુ સદી વટાવી ચુકેલા 65 મતદારો મોરવા(હ) બેઠકમાં છે.
જયારે સાેથી અોછા 100 વર્ષથી ઉપરના ગોધરા બેઠક પર 31 મતદારો છે.ચુંટણી પંચ દ્વારા વધુ મતદાન થાય તે અાશયથી ચુંટણીમાં જોડાયેલા અધિકારીઅો જિલ્લાના 80 વર્ષ કરતા વધુ ઉમરના મતદારો ધરે મતદાન કરવાની ઇચ્છા કરે તો પંચ દ્વારા તેઅોને ધરેથી મતદાન કરે વ્યવસ્થા ઉભી કરવામાં અાવી છે. જિલ્લામાં 80 વર્ષથી વધુ ઉંમરના 19869 મતદારોના ધરે જઇ ધરે મતદાન કરવા ઇચ્છા ધરાવતાં 16743 મતદારને ફોર્મ વિતરણ કર્યું હતું.
જેમાંથી 632 મતદારોઅે ધરેથી મતદાન કરવાની સંમતિ અાપી છે. 80 વર્ષ કરતા વધુ ઉંમરના 632 મતદારોને ધરે ચુંટણી અધીકારી જઇને મતદાન કરાવવામાં અાવી રહ્યુ છે. જેમા હાલોલ બેઠકથી શુક્રવારે ધરેથી મતદાન પ્રક્રીયા શરૂ કરવામા અાવી છે.
બેઠક દીઠ 80 વર્ષથી ઉપરની ઉમંરના મતદારો ધરે બેસીને મતદાન કરશે ત્યારે ચુંટણી અધીકારી વિડીયોગ્રાફી કરીને મતદાન કરાવશે. જિલ્લામાં બેઠક વાર મતદાન યોજાશે અને બેલેટ પેપરથી મતદાન કરીને બેલેટ પેપરને મતપેટીમાં સીંલ કરીને મતગણતરી વખતે તે મતોની ગણતરી કરવામાં અાવશે.
હાલમાં રાજયની વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. તયારે રાજયના તમામ જિલ્લાઓમાં વૃદ્ધ મતદારો પોતાના મતનો અધિકાર મળે તે માટે રાજય સરકાર દ્વારા ઘરબેઠા મતદાન કરાવાય છે.
ચૂંટણીમાં જિલ્લામાં કુલ 721 જેટલાં મતદારો ઘરેથી મતદાન કરશે
જિલ્લાની 5 બેઠકોમાં શહેરા બેઠક પર 38, મોરવા(હ) બેઠક પર 65, ગોધરા બેઠક પર 31, કાલોલ બેઠક પર 43 તથા હાલોલ બેઠક પર 60 શતાયુ મતદારો નોધાયેલા છે. જિલ્લામાં ધરેથી મતદાન કરનાર 80 વર્ષથી ઉપરના 632 મતદારો અને 89 દિવ્યાંગ મતદારો મળી કુલ 721 મતદારો ધરેથી મતદાન કરશે. અા મતદાનની તમામ પ્રક્રિયાની વીડીયોગ્રાફી કરવામાં અાવશે. જિલ્લામાં અાવશ્યક સેવામાં ફરજ બજાવતા 10 કર્મીઅો પણ ધરેથી મતદાન કરવાની ઇચ્છા બતાવતાં તેઅો પણ ધરેથી મતદાન કરશે.
જિલ્લામાં અાજે તા. 26 નવેમ્બરે પોલીસકર્મીઅો મતદાન કરશે
જિલ્લામાં તા. 26 નવેમ્બરના રોજ 873 પોલીસ કર્મીઅો બેલેટ પેપરથી મતદાન કરશે. જેમાં શહેરાના 276, મોરવા(હ)ના 144, ગોધરાના 309, કાલોલના 53 અને હાલોલના 91 પીઅાઇ,પીઅેસઅાઇ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહીતના પોલીસ કર્મીઅો તેઅોની ફરજની કચેરી ખાતે બેલેટ પેપરથી મતદાન કરશે.