Barcode Scanner એપ વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. Malwarebytes એ આ જાણકારી આપી છે. વાયરસથી યૂઝર્સને ઇન્ફેક્ટ કર્યા બાદ બારકોડ સ્કેનરને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, યૂઝર્સને ઘણી જાહેરાત જોવા મળી રહી હતી અને તેના ડિફોલ્ટ બ્રાઉઝર દ્વારા આ એપ ખુલી રહી હતી.
એપમાં વાયરસ હોવાની ફરિયાદ મળ્યા બાદ ગૂગલે ફટાફટ આ એપને પ્લે સ્ટોરથી હટાવી દીદી છે. એપને પ્લે સ્ટોરથી 1 કરોડથી વધુ યૂઝર્સે ડાઉનલોડ કરેલી છે.
Malewarebytes ના રિપોર્ટ પ્રમાણે, ડિસેમ્બરના અંતમાં અમારા ફોરમ યૂઝર્સથી એક ડિસ્ટ્રેસ કોલ મળવાનો શરૂ થયો હતો. આ યૂઝર્સને જાહેરાત જોવા મળી રહી હતી જે તેના ડિફોલ્ટ બ્રાઉઝર દ્વારા ઓપન થઈ રહી હતી. ખાસ વાત છે કે તેમાંથી કોઈપણે હાલમાં કોઈ એસ ઇન્સ્ટોલ કરી નહતી અને જે એપ ઇન્સ્ટોલ હતી તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવી હોવાની વિગત સામે આવી છે.