વેસ્ટ ઝોનના વોર્ડ નં. 11માં મવડી મેઇન રોડ પર વિરાટ વે-બ્રીજથી બનાવવામાં આવેલા નવા સીસી રોડનું કામ નબળુ હોવાની અને બંને તરફના પેવિંગ બ્લોક બેસી ગયાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરાઇ છે.રોડનું કામ અધુરૂ હોવા છતાં ભાજપ શાસકોએ રસ્તો રીબીન કાપીનેખુલ્લો મુકયાની પણ ફરિયાદ કરાઇ છે. વોર્ડ નં. 11ના પ્રમુખ કેતન તાળાએ કમિશનરને આવેદન આપીને.જણાવ્યું છે કે વિરાટ વે-બ્રીજ સામેથી બીડી કામદાર સુધીનો સિમેન્ટ રોડ નબળો બન્યો છે અને રસ્તા પર ગાબડા પડતા ડામરના થીંગડા મારવામાં આવ્યા છે.
બંને તરફના પેવિંગ બ્લોક પણ નીચે બેસી ગયા હોય તેમાં પણ નબળુ કામ લાગે છે. બીડી કામદાર સુધી રોડનું કામ પુરૂ કરવામાં આવ્યું નથી. આમ છતાં ભાજપ દ્વારા રીબીન કાપીને રોડનું ઉદઘાટન કરી નાખવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું છે કે આ રોડ 40 ફુટનો છે જયારે એન્જલ પાર્ક અને આદર્શ એવન્યુ વચ્ચે રોડનીપહોળાઇ 40 ફુટના બદલે 15 ફુટ સુધીની કરીને કામ અધુરૂ રખાયું છે. ચોમાસામાં ભ્રષ્ટાચારની પોલ ખુલી જશે આ અંગે તપાસના બદલે રોડનું ઉદઘાટન કરીનાખવા માંઆવતાગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી આપવામાં આવી છે