કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને ધ્યાને લઈ 26 જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં યોજાયેલી ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ થયેલી અરજીઓને સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એસ.એ. બોબડેની આગેવાનીવાળી બેન્ચે બુધવારે અલગ-અલગ અરજીઓની સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ મામલાને ગંભીરતાથી લીધી છે એન તેઓ પોતાનું કામ કરી રહ્યા છે.
CJI એસ.એ. બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યનની બેન્ચે આ અરજીઓ પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કહ્યું કે તેઓ આ સંબંધમાં કેન્દ્ર સરકારને પોતાની રજૂઆત સોંપી શકે છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસાના મામલાની તપાસ માટે પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી એક પેનલ રચવાની અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો.