વિજાપુર વડાસણ ગામે તળાવમાં પાણી નહીં છોડતા સિંચાઇ દ્વારા ખેતીને લઈને ખેડૂતો પરેશાન થઈ રહયા છે. મહત્વનુ છે કે, જીલ્લા સદસ્ય સવિતા બેન અશોકસિંહ વિહોલ દ્વારા જીલ્લા કલેક્ટરમાં કરેલી રજૂઆત મુજબ વડાસણ ગામે બનાવેલા તળાવમા પાણી નહીં હોવાથી ખેતી કરવામાં ખેડુતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે.
મળતી વિગત અનુસાર પાણીનું સ્તર નીચુ હોવાથી ખેતી થઇ શકે તેમ નથી એટલે બનાવેલું નર્મદાનુ પંપિંગથી તળાવમાં પાણી છોડવા બાબતે રજુઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સત્વરે તળાવમાં પાણી છોડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો તેમ નહી થાય તો તળાવમાં રહેલી માછલીઓ મરી જાય તેમ છે અને રોગચાળો ફેલાય તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.