રાજકોટની જનતાને સુવિધા મળી રહે તે માટે મનપા દ્વારા બસ સેવા શરૂ કરવામાં આવી છે. લોકોને સવલત આપવા માટે શરૂ કરાયેલ સિટિબસ સેવા અવાર નવાર વિવાદ સામે આવી રહ્યા છે. અવાર નવાર બસ ચાલક દ્વારા અન્ય વાહનોને ટક્કર મારવાની ઘટનાઓ બની રહી છે, તો મુસાફરો સાથે ખરાબ વર્તન કરવાના બનાવો બની રહ્યા છે.
ત્યારે વધુ એક વખત સિટિબસ વિવાદમાં આવી છે. રાજકોટ સીટી બસ સેવાનો વિડીયો વાયરલ થયો છે. શહેરના રાજમાર્ગો પર બસ બપોરે ધુમાડાના ગોટેગોટા કાઢતો વિડીયો વાયરલ થયો છે. સીટી બસમાં મેન્ટેનન્સ ન કરવામાં આવતું હોવાથી બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. બસની પાછળ નીકળતા રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજકોટમાં તાપમાન વધવાના ક્યાંકને ક્યાંક આવા જ કારણો જવાબદાર.