બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં અંબાજીના સ્થાનિક લોકો કે જે બહારથી આવેલા છે. તેમને હાલમાં અંબાજી ખાતેનાં સરકારી શેલ્ટર હોમમાં હોમ કોરોન્ટાઈન કરાયા છે. ત્યારે આ સરકારી શેલ્ટર હોમમાં હોમ કોરોન્ટાઈન કરાયેલા લોકોએ પોતાને પડતી તકલીફોના વિડીયો બનાવી અને સોસિયલ મિડિયામાં વાયરલ કર્યા છે.
આ લોકોનું કહેવું છે કે સરકારી બાબુઓ અમારી સાથે ભેદભાવ કરી રહ્યા છે અને મોટા માથાઓને હોટલમાં રહેવાની છૂટ આપી છે. ત્યારે મધ્યમ અને ગરીબ પરિવારના છીએ તો અહીં રખાયા છે અને જે વી.આઈ.પી લોકો છે તેમને બહારની હોટલોમાં રખાયા છે.
આ ભેદભાવ કેમ? તો સરકારી શેલ્ટર હોમમાં હોમ કોરોન્ટાઈન કરાયેલા લોકોનું કહેવું છે કે અમને પણ અમારા ઘરે મોકલવામાં આવે. નહીં તો પછી જે વી.આઇ.પી લોકોને હોટલોમાં રખાયેલા છે તેમને પણ અહીં અમારી સાથે સરકારી શેલ્ટર હોમમાં લાવવામાં આવે.
જો એવું નહિ થાય તો અમે અહીં નહીં રહીએ તેવો સરકારી શેલ્ટર હોમમાં હોમકોરોન્ટાઈન કરાયેલા લોકો એ વિડિયો બનાવી અને સોશિયલ મીડિયામાં વિડિયોને વાયરલ કર્યો હતો.