ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોરમાં છે. પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચુંટણીના મતદાનના આડે હવે બે દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીની છાપને ખરડતો વીડિયો વાયરલ થયો છે.
ચૂંટણીમાં પ્રચાર દરમિયાન દરેક પાર્ટીઓ પોતપોતાની પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે આવી સ્થિતિમાં અનેક પ્રલોભનો પણ આપવામાં આવતા હોય છે. ત્યારે દાહોદમાં ભાજપના સમર્થકો મતદારોને દારુનું વિતરણ કરી આકર્ષવાનો પ્રયાસ કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
દાહોદમાં ચૂંટણી મીટિંગ દરમિયાન અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. દાહોદના જંબુસર ગામમાં ભાજપની ચૂંટણી પ્રચારની મીટિંગ બાદ દારુની રેલમછેલ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. મીટિંગ બાદ લોકોને દારૂ વિતરણ થયાનો વીડિયો વાયરલ થતા રાજકિય જગતમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, વાયરલ થયેલ વીડિયો અંગે અમારી ન્યૂઝ વેબસાઈટ કોઈ પુષ્ટી કરતુ નથી.