ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે એશિયાની આન બાન અને શાન સમા ગીરના સિંહોને ગે૨કાયદે સિંહ દર્શન કરાતા વીડિયો છાસવારે બહાર આવતા હોય છે. વનવિભાગને લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા અખબારી અહેવાલોથી અવગત કરતા હોવા છતાં આ વિસ્તારમાં વસતા સિંહોની સલામતી અને જાળવણી અને ગેરકાયદે સિંહ દર્શન રોકવાની જેની જવાબદારીઓ આવેલી છે

તેવા આ વિસ્તારના ટોપટુ બોટમ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ગેરકાયદે સિંહ દર્શન કરનાર અને કરાવનાર સામે કડકાઈથી કાર્યવાહી ન કરાતા ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર અને કરનાર બે ફામ અને બે ખોફ બન્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. હાલમાં વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે વન વિભાગ સામે અનેક સવાલો ઉભા થાય છે. જોકે કોઈ માણસ પાછળ સિંહ હોય તો તે કેવી રીતે તેને ભગાડે તે બધું જોવા મળી રહ્યું છે.