સોશિયલ મીડિયા એક એવુ માધ્યમ બની ગયુ છે જ્યાં કોઈપણ વાતને તમારે લોકો સુધી પહોંચાડવી હોય તો તેને વધુ સમય નથી લાગતો. અવાર નવાર સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના વિડિયો વાયરલ થતા હોય છે જેમાં કેટલાક વિડિયો એવા પણ હોય છે જેમાં નાના બાળકો તેમની અલગ જ મસ્તીમાં જોવા મળતા હોય છે.
(File Pic)
ત્યારે આવી જ બે બાળકીઓનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બોલીવુડના જાણીતા અભિનેતા અનુપમ ખેર દ્વારા આ વિડિયો તેમના ફેસબુક એકાઉન્ટ પર વર્ષ 2019માં શેર કરવામાં આવ્યો હતો જે વધુ એક વખત વાયરલ થયો છે.
https://www.facebook.com/anupamkherofficial/videos/617152915483764/
અનુપમ ખેર દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં બે નાનીબાળકીઓ ખુરશીમાં બેઠી છે. વિડિયોને જોતા લાગી રહ્યુ છે કે તેઓ પોતાના પરિવાર સાથે કોઈ રેસ્ટોરન્ટમાં છે. જેમાંથી એક બાળકી અચાનક રડવા લાગે છે. આ જોઈને અન્ય એક બાળકી તેની સામું જોઈને ચુપ રહેવા કહે છે. ત્યારબાદ પહેલી બાળકી ચુપ થઈ જાય છે પણ થોડીવાર પછી તે ફરીથી રડવા લાગે છે તો બીજી બાળકી તેને જાણે તેને લડીને ચુપ રહેવા કહેતી હોય તેવી એક્શન કરતી જોવા મળે છે. અભિનેતા દ્વારા શેર કરવામાં આવેલ આ વિડિયો ફરી એકવાર ખૂબ જ વાયરલ થયો છે અને યુઝર્સ પણ તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.