દુનિયામાં દિવસે દિવસે નવી ટેક્નોલોજી જોવા મળી રહી છે. સ્માર્ટફોન કંપનીઓ પોતાના ગ્રાહકોને સારી અને ઉત્તમ સુવિધા આપવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. ત્યારે હવે ભારતમાં દુનિયાની બીજી સૌથી મોટી સ્માર્ટફોન કંપનીએ પણ એવું જ કઇક કર્યું છે.
કંપની Huawei એ પોતાના સ્માર્ટફોન યુઝર્સ માટે વોઈસ ઓવર વાઈફાઈ કોલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. તેના માધ્યમથી નેટવર્કના મુદ્દાને લઈ યુઝર્સને ઘરે અને વર્કપ્લેસ પર કોમ્યુનિકેશનને લઈ કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. યુઝર્સ વાઈ-ફાઈ સપોર્ટ કરનારા સ્માર્ટફોન પર કનેક્શન ઉપલબ્ધ થતા Wifi કોલિંગ સર્વિસનો ઉપયોગ કરી વોઈસ કોલ અથવા વીડિયો કોલ કરી શકશે.
મહત્વનું એ છે કે, સેલ્યુલર નેટવર્કની ગેરહાજરી અને એરોપ્લેન મોડમાં પણ યુઝર્સ વાઈફાઈ કોલિંગ કરી શકશે. ઉપરાંત યુઝર્સ તેના વાઈફાઈ કનેક્શનનો ઉપયોગ કરી સરળતાથી વીડિયો કોલિંગ અને ચેટ કરી શકસે.