કોરોના વાયરસથી અત્યાર સુધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત હોય તો એ અમેરીકા છે. રોગચાળાના આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય સેવા દિન નિમિત્તે વ્હાઈટ હાઉસ ખાતે સૌના સ્વાસ્થ્ય, સલામતી અને કલ્યાણ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
વ્હાઈટ હાઉસના ગુલાબ ગાર્ડનમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ન્યૂજર્સી સ્થિત મંદિરના પૂજારી દ્વારા પવિત્ર વૈદિક શાંતિ પાઠ કરવામાં આવ્યા હતા.
અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર ન્યુજર્સીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટએ શાંતિ પાઠ કર્યા હતા.
ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટે રોઝ ગાર્ડનના પોડિયમ પરથી કહ્યું કે, કોવિડ-19ના રોગચાળા વચ્ચે, લોકો ચિંતા કરે અને શાંતિમાં ન રહી શકે, તે અસામાન્ય વાત નથી. શાંતિ પ્રાર્થના એવી પ્રાર્થના છે જે દુન્યવી સંપત્તિ, સફળતા અને ખ્યાતિ નથી શોધતી. તે સ્વર્ગની કોઈ ઇચ્છા માટેની પ્રાર્થના પણ નથી.
મહત્વનું છે કે, અમેરીકન રાષ્ટ્રપ્રમુખે પૂજારી હરીશ બ્રહ્મભટ્ટનો પણ પ્રાર્થના પાઠ માટે આભાર માન્યો હતો.