ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. મહાત્મા ગાંધીએ 20મી સદીની શરુઆતના સમયે કરેલુ આ એક પ્રસિદ્ધ અવતરણ છે. આર્થિક વિકાસની દોડમાં દેશના ગામડા હજુ પણ પછાત રહેલા છે. દેશના બધા ગામડા કરતા અલગ તરી આવતુ પેટલાદ તાલુકાનું ધર્મજ ગામ ગામડાના પેરિસ તરીકે ઓળખાય છે. ત્યારે હાલ આ ગામ ચર્ચામાં છે આ પાછળનું કારણ છે ગ્રામજનોનો રોષ.
પેટલાદ તાલુકાના ધર્મજે રાજય સરકારને દરેક બાબતે સહકાર આપ્યો છે.વાસદ બગોદરા વચ્ચે 6 લેનને રોડનો પ્રોજેકટ ચારવર્ષ અગાઉ સરકારે મુકયો હતો.ત્યારે પણ ધર્મજના સૌથી સુપ્રસિધ્ધ જલારામ મંદિર રોડને અડીને આવેલું હતું.
(Photo – Harsh Suthar)
ગ્રામજનો રાજયના વિકાસને ધ્યાને રાખીને તાત્કાલિક જલારામ મંદિર રોડથી ઘણું દૂર લઇ ગયા હતા.તેમ છતાં જયારે હાલમાં 6 લેનની કામગીરી ચાલી રહી છે.ત્યારે ધર્મજ ગામ માટે 6 લેનમાં પ્રવેશમાં માટે 1 કિમી દૂર જલારામ મંદિર પાસે એન્ટ્રી પોઇન્ટ આપવામાં આવ્યો છે.
(Photo – Harsh Suthar)
જેના કારણે ધર્મજવાસીઓ રોષે ભરાયા છે. આગામી 15 દિવસમાં ધર્મજ ગામ પાસે 6 લેન પર મુખ્યપ્રવેશ દ્વાર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાસદ-બગોદરા સીકસ લેન રોડનું કામ જીએસઆરટીસી દ્વારા હાથધરવામાં આવ્યું છે.પરંતુ પેટલાદના તાલુકાનું એનઆરઆઇની વસ્તી ધરાવતા અને હાલમાં 11 હજારથી વધુ લોકો રહે છે,તેવા ગામના લોકોને વડોદરા, અમદાવાદ, પેટલાદ, આણંદ, ખંભાત વગેરે જવા માટે ગામના એન્ટ્રી પોઇન્ટ નજીક 6 લેનમા પ્રવેશવા માટે પોઇન્ટ આપવાની જગ્યાએ ગામથી એક કિમી દૂર યુ ટન વાળો પોઇન્ટ બંને બાજુએ આપવામાં આવ્યો છે.જેના કારણે અકસ્માત થવાની સંભાવના છે.
(Photo – Harsh Suthar)
તેમજ ગામના લોકોને દૈનિક અવરજવર માટે પણ એક કિમી દૂર ફરીને જવું પડશે. દિવસ દરમિયાન ગામમાં આવતી એસટી બસોને પણ આવતા અને જતા એક કિમીનો ફેરો વધી જાય છેતેના કારણે સમય અને નાંણાનો વેડફાટ થશે. તેમજ આ સીકસ લાઇન પર યુ ટન મારતા અકસ્માત થવાની સંભાવના રહેલી છે.જેન લઇને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.