વડોદરા જિલ્લાના ડભોઇ રબારી વાગા વિસ્તારમ આવેલ સિકોતર માતાના મંદિરે 16મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તેમજ લીલુડો મંડવો યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યા મા રબારી સમાજ તેમજ સાધુ સંતો હાજર રહ્યા ભવ્ય સામૈયું ડભોઇ નગર મા ફર્યું ત્યાર બાદ સાંજે મહેમાનો ના સ્વાગત બાદ લીલુડો મંડવો કાર્યક્રમ યોજાયો હતો.
ડભોઇ રબારી વાગા વિસ્તાર મા આવેલ પૌરાણિક સિકોતર માતા ના મંદિર નાં16 મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તેમજ લીલુડો મંડવો ભુવાજી નારણભાઇ રબારી દ્વારા યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા જેમાં સવારે નવચંડી યજ્ઞ બપોરે ઉપસ્થિત સાધુ સંતો નું ભવ્ય સામૈયું ડીજે અને સમાજ ની પ્રસિદ્ધ ગાયિકા કિંજલ રબારી ના મધુર કાંઠે ગીતો સાથે નગર મા નીકડયું હતું જેમાં કિંજલ રબારી ના ગીતો ના તાલે સમગ્ર રબારી સમાજ ઝૂમી ઉઠ્યું હતું તો સાંજે પ.પૂ.ધર્મધુરંધર મહંત 1008 મહામંડલેશ્વર કનિરામ બાપુ દુધરેજ વાળા સહિત મોટી સંખ્યા મા સાધુ સંતો નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા પણ હાજર રહી માતાજી સર્વે ની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી સાથે શશિકાન્તભાઈ પટેલ , મહેશભાઈ પટેલ,ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, ડો.સંદીપ શાહ, પાલીકા પ્રમુખ કાજલબેન દુલાણી, અમીતભાઈ સોલંકી, વિશાલ શાહ સહિત મોટી સંખ્યા મા રબારી સમાજ ના આગેવાનો આ પ્રસંગે ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા સાંજે લીલુડો મંડવો ભવ્ય રીતે કાર્યક્રમ યોજાયો હતો