ગુજરાતના દરિયાકાંઠાના 100થી વધુ ગામોને ‘મહા’ વાવાઝોડાની અસરની શક્યતા જોતા વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરી દેવાયું છે. આ મહા વાવાઝોડાને પગલે અગમચેતીના ભાગરૂપે દ.ગુ. વહીવટીતંત્ર દ્વારા નવસારી, ઓલપાડ, વલસાડ, ઉમરગામ સહિતના જિલ્લામાં 5થી વધુ એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.મહા વવાઝોડાની અગાહીને લઈને એનડીઆરએફની ટીમે વલસાડના દરિયા કિનારે મુલાકાત લીધી હતી. વાવાઝોડાની આગાહીને લઈને વલસાડના તિથલ બીચને 2 દિવસ માટે પર્યટકો માટે બંધ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમને જિલ્લામાં સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે.સુરતના દરિયામાં માછીમારી કરવા ગયેલ 12 બોટને પરત બોલાવી લેવામાં આવી છે. હાલમાં તા.7મી નવેમ્બર સુધી માછીમારોને ટોકન આપવાનુ પણ બંધ કરવામાં આવ્યુ છે. તમામ અધિકારીઓ સાથે બેઠક કરીને તમામને એલર્ટ રહેવા માટેની પણ સુચના આપી દેવામાં આવી છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો વલસાડ અને ઓલપાડ ખાતે તૈનાત કરવામાં આવી છે. જ્યારે સહેલાણીઓને દરિયાકાંઠેથી દૂર રહેવાની સૂચના આપી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -