વાપી નગરપાલિકાનો હાલમાં જ વિકાસના નકશાની મંજૂરી મળ્યા બાદ પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોડ-લાઈટ અને વહીવટી મંજૂરી પ્રક્રિયાને લઇ શાસક પક્ષના સભ્યોએ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આડે હાથ લીધા હતાં. તો પાલિકા પ્રમુખે સમગ્ર પ્રક્રિયા અંગે તૈયારીઓ કરવામાં આવતી હોવાનું અને વહીવટી પ્રક્રિયા ખૂબ લાંબી હોય વિલંબ થતો હોવાની હૈયા વરાળ કાઢી હતી. તેમજ પાલિકા વિસ્તારમાં સીટી બસ ચલાવવાની મંજૂરીનો ઠરાવ પાસ કર્યો હતો. તેમજ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી પીપીપી ધોરણે સીટી બસ સેવા શરૂ કરાશે. સભામાં ગટર પર ઉભા થયેલા દબાણો દૂર કરવા રજુઆત કરાઈ હતી. તો હરિયા પાર્કને કેવું આધુનિક બનાવી શકાય તે અંગે સભ્યે 25 હજારના ખર્ચે તૈયાર કરેલ વીડિઓ સભા બતાવી આ પ્રકારના આયોજન કરવા રજુઆત કરી હતી. જ્યારે આગામી દિવસોમાં વોર્ડ વાઇઝ પ્રમુખ અને ચીફ ઓફિસરની મુલાકત અંગે આયોજન કરાયું. જોકે સામાન્ય સભામાં કેટલાક મુદ્દાઓને લઈને ભારે હોબાળો પણ મચ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -