વડોદરા સહિત વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં પર્યાવરણ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં આજે સયાજીબાગ વનવિભાગની નર્સરી ખાતે પહોંચ્યા હતા. કોરોનાની મહામારીમાં જે રીતે ઓક્સિજનની અછત સર્જાઈ હતી.ત્યારે વડોદરા શહેરની કેટલીક સોસાયટીઓમાં વૃક્ષો રોપવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તેઓ આજે રોપા લેવા વનવિભાગની નર્સરીએ પહોંચ્યા હતા.
તેઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે રોપાની રોપી ઉજવણી કરશે.તો શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હોઈ વનવિભાગની નર્સરીએ પહોંચ્યા હતા.તો પર્યાવરણ પ્રેમીઓમાં વૃક્ષા રોપણને લઈને જોવા મળેલા ઉત્સાહ વનવિભાગે પણ આવકાર્યો હતો. અને લોકોમાં વૃક્ષારોપણને માટે જાગૃતિને લઈને ખુશી વ્યક્ત કરી હતી.વિશ્વ પર્યાવરણ દિવસને લઈને લોકોમાં વૃક્ષારોપણ માટે અનેરી જાગૃતિ જોવા મળી રહી છે.
