વડોદરા જીલ્લાના ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં મહારસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 6 લાખ વડદોરા જિલ્લા માં 10000 અને ડભોઇ તાલુકા ના 12 જેટલા કેન્દ્રો ઉપર 1500 લોકો ને રસી મૂકવા ટાર્ગેટ અપાયો હતો. જેને પગેલ ડભોઇ આઈ.ટી.આઈ.ખાતે મહાનુભાવો વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, નગર પાલીકા પ્રમુખ કાજલબેન દુલાની, શહેર પ્રમુખ ડો.સંદીપ શાહ ની હાજરી માં દીપપ્રાગટ્ય કરી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
તો આ પ્રસંગે ડભોઇ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ગુડીયા રાની, અર્બન હેલ્થ હોફિસર ડો.હરીશ યાદવ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મનહરભૈયા પટેલ, અર્બન હેલ્થ સુપર વાઇઝર સંજયભાઈ બારીયા સહિત તબીબી ટિમ અને નર્સિંગ સ્ટાફ સહિત ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે ડભોઇ તાલુકા ના 12 કેન્દ્રોમાં મહારસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કુલ 1500 ઉપરાંત લોકો ને રસી મૂકવામાં આવી હતી.
