વડોદરા શહેરના સુરસાગર તળાવમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ચાર વખત અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે.માછલીઓના મોત નિપજવા પાછળ તંત્ર લૂલો બચાવ કરી રહ્યું છે. તો બીજી તરફ જીવ દયા પ્રેમીઓ ઓક્સિજનના અભાવનાકારણે માછલીઓના મોત નિપજતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. બે દિવસ અગાઉ અસંખ્ય માછલીઓના મોત નિપજવાનીઘટના બાદ તંત્ર દ્વારા સફાઈ હાથ ન ધરાતા તળાવની આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. અવાર નવારવડોદરા શહેરના તળાવોમાં અસંખ્ય માછલીઓના મોત નિપજતા જાગૃત નાગરિક,જીવદયા પ્રેમી સહિતના લોકો તંત્ર વિરુદ્ધનારાજગી દર્શાવી રહ્યા છે.બે દિવસ અગાઉ શહેરના સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા બાદ તાત્કાલિકધોરણે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું નથી. પરિણામે સુરસાગર તળાવ કિનારે મૃત માછલીઓનો ઢગલો જોવા મળ્યો છે. અને કાગડા સમડી સહિતના પક્ષીઓ સુરસાગર ફરતે મૃત માછલીઓનો ખોરાક આરોગી રહ્યા છે.
આ પરિસ્થિતિ વચ્ચે સુરસાગરતળાવની આસપાસ પ્રતાપ ટોકીઝ સહિતના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઇ છે. છેલ્લા બે દિવસથી તીવ્ર દુર્ગંધ ના પગલેસહેલાણીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરંતુ નિદ્રાધીન તંત્રના પેટનું પાણી હજુ સુધી હલી રહ્યું નથી. આ અંગેસામાજિક કાર્યકર્તા અતુલભાઇ ગામેચીએ વાસ્તવિકતા છતી કરવાના હેતુથી સ્થળ પર દોડી જઇ પરિસ્થિતિનો તાગ મેળવી તંત્રવિરુદ્ધ નારાજગી દર્શાવી તાત્કાલિક ધોરણે સફાઈ કરવાની માગણી કરી છે. અત્રે નોંધનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચેબ્યુટી ફીકેશન કર્યા બાદ તાજેતરમાં સહેલાણીઓ માટે ખુલ્લું મુકાયેલ સુરસાગર તળાવ અવારનવાર માછલીઓના મોતનિપજવાના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.સામાજીક કાર્યકર અતુલ ગામેચી એ જણાવ્યું છે કે વહેલી તકે આ મૃત માછલીઓ બહાર નિકાળવામાં નહિ આવે તો વડોદરા મહાનગર પાલિકા ની બહાર મૂકી દેવામાં આવશે.