વડોદરાના શિનોર તાલુકાના દિવેર મઢી ખાતે નર્મદા નદીના ભાઠામાં પાર્ક કરેલી બે ગાડીઓના કાચ તોડી અજાણ્યા ઈસમોગાડીમાં મૂકેલ સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન સહિત રોકડા રૂપિયા મળી આશરે રૂપિયા અઢી લાખના મુદ્દામાલનીચોરીની બનેલ ઘટના સંદર્ભે શિનોર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટીમ્બરવા ગામે તલાટી કમ મંત્રીતરીકે ફરજ બજાવતાં જગદીશભાઈ સોલંકીએ શિનોર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ પોતાના પરિવાર અને સગા સબંધીઓ સાથે ત્રણ ફોર વ્હીલ ગાડીઓ દિવેર મઢી ના ભાઠામાં પાર્ક કરીને પોતાની ચીજવસ્તુઓ, મોબાઈલ ફોન,પાકીટો ગાડી મા મૂકીને ગાડી ને લોક કરી નદીમાં ન્હાવા માટે ગયા હતાં.
અને નાહીને જ્યારે તેઓ ગાડી પાસે પાંછા આવ્યા ત્યારે હિતેશભાઈસોલંકી અને હિતેશભાઈ પ્રજાપતિ ની બે ગાડીઓના કાચ તૂટેલી હાલતમાં હતાં.તેમજ બન્ને ગાડીઓમાં મૂકેલ સોના ચાંદીનાદાગીના,મોબાઈલ ફોન,હેર સેટ કરવાના 5 મશીન,રોકડા રૂપિયા મળીને આશરે અઢી લાખ ની ચોરી કરી કોઈ અજાણ્યા ઈસમો નાસી ગયેલ જે અંગે ની શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ત્યારે શિનોર પોલીસે જગદીશભાઈ સોલંકી ની ફરિયાદ ના આધારે ચોરી નું પગેરું શોધવા ચક્રોગતિમાન કર્યા છે…