વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ આ સરસિયા તળાવના બીજા ભાગમાં જ્યાં મગર આશ્રમ તળાવ નામ આપવામાં આવ્યું છે તે તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે વડોદરા શહેરમાં જોવા જઈએ તો વિશ્વામિત્રી નદી ની અંદર કેટલાય સમયથી મગરોના મૃત્યુ થઈ રહ્યા છે બીજી બાજુ વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં કાચબાઓના મૃત્યુ થઈ રહ્યા છે છેલ્લા બે દિવસથી સુરસાગર તળાવમાં માછલીઓ ના મરણ થઈ રહ્યા છે
ત્યારે આજે વારસિયા વિસ્તારમાં આવેલ તળાવમાં 200 થી વધુ નાની મોટી માછલીઓના મોત થવાથી અસંખ્ય દુર્ગંધ ફેલાયેલી છે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તળાવને સાફ-સફાઈ કરવા કરતા નથી સાથે વડોદરા શહેરના અસંખ્ય તળાવોને બ્યુટીફીકેશન કર્યા છે ત્યારે આ વારસિયા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવ ને બ્યુટીફીકેશન કરે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી હતી.
