વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના થૂવાવી પી.એચ.સી. કેન્દ્ર ખાતેનું વિશ્રામ ગૃહનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે થૂવાવી સાર્વજનીક કેળવણી મંડળ પ્રમુખ સહિત સી.બી.જી.ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા.ડભોઇ તાલુકાના થુવાવી ગામે આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાતાઓના સહયોગથી ગ્રામ્યજનો માટે સભા ગૃહ તથા વિશ્રામ ગૃહનું ઉદ્ઘાટન મહાનુભાવોની હાજરીમાં ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું હતું..થુવાવી સાર્વજનીક કેળવણી મંડળનાઅધ્યક્ષ શ્રી અરવિંદભાઇ પટેલ તથા વિદેશમાં વસતા થુવાવીના નાગરિકોના સહયોગથી થુવાવી ગામના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઉપર આવતા આસપાસના 20 જેટલા ગામના ગ્રામજનો માટે સભાગૃહ તથા વિશ્રામગૃહની વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી…
ડભોઇના મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હસ્તે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું…આ પ્રસંગે દાતાઓ દ્વારા સુંદર સેવાઓ લાખો રૂપિયાના ખર્ચે પ્રજાજનો માટે ઉપલબ્ધ કરતા ધારાસભ્યએ અભિનંદન પાઠવ્યા હતા…જ્યારે વિવિધ સેવાઓ જેમાં 91 જેટલા પરીવારો ને અનાજ કીટ, 50 પરીવારો ને 7000 રોકડ મેડિકલ ખર્ચ પેટે સાથે જ થૂવાવી, સાઠોદ, કાયાવરોહણ, ભીલોડીયા પી.એચ.સી.સેન્ટર માટે ઈનવેતર, અને થૂવાવી પી.એચ.સી.માં લેપટોપ ની ભેટ આપવામાં આવી હતી.