તૌકતે વાવાઝોડા સામે બચાવ અને રાહતની અગમચેતીના જરૂરી તમામ પગલાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર કલેકટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ લઈ રહ્યું છે.અને તેની સાથે મ્યુનિસીપલ અને પોલીસ તંત્ર સાથે સંકલન કરી રહ્યું છે. વડોદરા જીલ્લા કલેકટર શાલિની અગ્રવાલે તેના અનુસંધાને શ્રેણીબધ્ધ બેઠકો યોજી સૂચનાઓ ના અમલીકરણની સાથે જરૂરી પરામર્શ કરી રહ્યાં છે.તેમણે વિડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીને વડોદરા જીલ્લામાં અગમચેતીના આયોજન તેમજ કોવિડ સારવાર સેવા વિનાવિઘને ચાલતી રહે તે માટે લેવામાં આવેલાં પગલાં ની માહિતી આપી હતી.
તેમણે કોવિડની સારવાર માટે માન્ય ખાનગી દવાખાનાઓ ના સંચાલકો સાથે બેઠક યોજી વીજ પુરવઠા માટે વૈકલ્પિક વ્યવસ્થા,ઓકસીજન પુરવઠા ની જાળવણી સહિત વિવિધ બાબતો નો પરામર્શ કરીને સૂચનાઓ આપી હતી. વડોદરાના એરપોર્ટ ડાયરેક્ટર સાથે વાવાઝોડા ના અનુસંધાને સલામતી અને સુરક્ષા પગલાં ની ચર્ચા કરી હતી.મ્યુનિસિપલ કમિશ્ન તેમજ મહાનગર પાલિકાના ઉચ્ચ અઘિકારીઓ સાથે સંકલિત કામગીરીનો પરામર્શ કર્યો હતો.તેમણે પ્રાંત અધિકારીઓ સહિત જીલ્લાના તાલુકાઓમાં વિવિધ વિભાગો ના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સયોજીને આપેલી સૂચનાઓ ના અમલની સમીક્ષા કરવાની સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે આ બેઠકોનો દૌર સતત ચાલી રહ્યો છે.