સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલતા આશાવર્કર મહિલાઓના આંદોલનને પગલે મંત્રીઓ અને નેતાઓએ આંદોલનકારીમહિલાઓને લોલીપોપ પકડાવી આંદોલન મોકૂફ કરાવ્યું હતું. જોકે મંત્રીઓએ આપેલા વાયદા ખોટા હોવાનું પ્રતીત થતાંઆશાવર્કર મહિલાઓનું આંદોલન ફરી એકવાર વેગ પકડવાના એંધાણ મળી રહ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્ય ખાતે આશા વર્કરમહિલાઓ અને આશા ફેસીલેટર મહિલાઓના ઈન્સેન્ટિવ વધારી આપવાના મામલે ઉગ્ર આંદોલન છેડાયું હતું. જેમાં ૧૦મી
મેના રોજ ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાત રાજ્યની આશાવર્કર મહિલાઓ અને આશા ફેસીલેટર મહિલાઓએ હજારોની સંખ્યામાં એકત્ર થઇ વિરોધ દર્શાવ્યો હતો. જેમાં સ્થાનિક પોલીસે અનેક મહિલા કાર્યકર્તાઓને ડીટેન પણ કર્યા હતા.
ત્યારબાદ મંત્રી સાથે આશાવર્કર આંદોલનકારી મહિલાઓની થયેલ બેઠકમાં મંત્રીઓ દ્વારા ઈન્સેન્ટિવ વધારી આપવાની ખાત્રી આપવામાં
આવી હતી. જોકે ત્યારબાદ ૧૫ દિવસના વહાણા વિતી ગયા બાદ પણ આશાવર્કર મહિલાઓને કોઈપણ પ્રકારના લાભ નહીંઆપવામાં આવતા આજરોજ વડોદરા શહેરના કમાટીબાગ ખાતે સમગ્ર વડોદરા જિલ્લાની આશાવર્કર મહિલાઓ અને આશાફેસીલેટર મહિલાઓની ટિફિન બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં આશાવર્કર મહિલાઓના અગ્રણી ચંદ્રિકાબેન સોલંકીનાનેતૃત્વમાં આશાવર્કર મહિલાઓને અપાતા ઈન્સેન્ટિવમાં વધારો કરવા માટે ઉગ્ર લડત પુનઃશરૂ કરવા માટેની ચર્ચા વિચારણા કરાઇ હતી.જેમાં આગામી દિવસમાં આશાવર્કર મહિલાઓ અને આશા ફેસીલેટર મહિલાઓના ઈન્સેન્ટીવમાં વધારો કરવા માટે ઉગ્ર આંદોલન છેડવાના એંધાણ પણ આપવામાં આવ્યા હતા.